(સત્ય ઘટના પર આધારિત) એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ એમાં જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ માન્યો કે ચલો સૌથી નાની દીકરીનાય હાથ હવે પીળા થઈ ગયા હવે આપણે છુટ્ટા.પણ પણ જીવીના જીવનની ખરી શરૂઆત કરસન સાથે થઈ. 18 વર્ષની જીવીને તો કરસન જ દનિયાને કરસનનો પરિવાર જ તેનુ વિશ્વ. હેયને ટેસથી કરસન રોજ સવારે જીવીના હાથે બનાવેલ અમૃત સમી વાટકો ભરીને આખા દુધની ખોટ જેવી ચા ને એક આખા જુવારના રોટલાનું શીરામણ કરીને ટ્રેકટર પર ખેતર