જેની પલકને સાંભળવા રાહ જોતી હતી. પલક બોલવા લાગી, " બારમાં ધોરણનું વેકેશન ચાલી રહ્યું હતું, હું ક્યારેક મામામાસીના ઘરે તો બેત્રણ દિવસ ફોઈના ઘરે રહેવા જતી. બારમાંનું પરિણામ આવતા પહેલા તો અમારા જ વિસ્તારની એક કોલજમાં મારુ એડમિશન લેવાનું હતું, મન તો નહોતું મારુ છતાં મિત્રોની સાથે એકદિવસ ત્યાં ગઈ હતી. એડમિશન તો લીધું... પણ મેં નહિ, મારી બારમાં ધોરણની એક મિત્રએ ત્યાં એડમિશન લીધું હતું. હું તેની સાથે ફોર્મને , પુરાવાઓ સબમિટ કરાવવા જતી. મારે હોસ્ટેલ જ જવું હતું, ઘરે પણ બધાને મનાવીજ લેવાની હતી. એકદિવસ તેનું ફોર્મ ભરાઈ ગયા પછી હું મારી મિત્ર સાથે તેની કોલેજ ગઈ