આર્યરિધ્ધી - ૫૬ (અંતિમ ભાગ )

(39)
  • 2.6k
  • 972

આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધન સિરમના બીજા ડોઝ બનાવવાના કામમાં લાગી ગયો. મોડી રાત સુધીમાં તેણે બીજા છ ડોઝ બનાવી દીધાં. આ સમય દરમિયાન આર્યવર્મન લેબમાં જ રહીને તેનું કામ કરતો રહ્યો. જ્યારે ડોઝ તૈયાર થઈ ગયા એટલે આર્યવર્મને રાજવર્ધનને એક પ્રોટેકશન સૂટ આપીને પહેરી લેવા માટે કહ્યું. રાજવર્ધને તે સૂટ પહેરવાનું કારણ પૂછયું ત્યારે આર્યવર્મને જવાબ આપતાં કહ્યું, “આપણે મમ્મીપપ્પા ને આ સિરમનો ડોઝ આપવા માટે તેમના રૂમમાં જઈએ છીએ. તેમના શરીરના રેડીએશનની આપણને અસર ન થાય તે માટે સૂટ પહેરવો જરૂરી છે.”આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધને કઈ બોલ્યા વગર સૂટ પહેરી લીધો. થોડીવાર પછી તે બંને મૈત્રીના રૂમમાં દાખલ થયાં. મોડી