ભાસ- આભાસ

(19)
  • 3.8k
  • 2
  • 982

મનું ઉઠ બેટા!જો હમણાં સૂરજ માથે ચડી જશે, ચાલ મારો દીકરો જલ્દી ઉઠી જા. હમણાં બાપુ ઉઠશે હાલ.બાપુનું નામ સાંભળે એ પેલા તો મનું વીજળીની ગતિએ ઉભી થઇ ગઇ.રમાબેન હમેશા વ્હાલથી મનુને મળસ્કે ઉઠાડે, એટલું વ્હાલ કે મનુને થાય કે હજી બે ઘડી સૂતી રહી ને બસ સાંભળ્યા જ કરું. પણ પછી રમાબેન છેલ્લું હથિયાર અપનાવે, બાપુનું નામ. ને મનું સડક દેતી ઉભી થઇ જાય.ગામડાના એ નાનકડા ઘરમાં આ રોજનો ક્રમ હોય. હજી પૂરું અજવાળું પણ ન થયું હોય ત્યાં તો રમાબેનની ગળાની સુરાવલીઓ મનું માટે વહેવા લાગે. મીઠીને મધુરી અવાજની સારંગીથી જ મનુનો દિવસ ઉગે ને આથમે. રમાબેન મનુને એકદમ