કોઈને કહેવાય ?

(11)
  • 4.4k
  • 1.3k

‘કોઈને કહેવાય ?’ દીપક રાવલ વાત જરા ખાનગી છે. આમ તો સાવ સાચી જ ઘટના છે પરંતુ કહું કઈ રીતે ? મારા જીગરજાન દોસ્તની ઈજ્જતનો સવાલ છે. લોકોના ઘરમાંથી બેન-દીકરીઓ કે વહુઓ ભાગી જતી હોય છે પરંતુ...હા...સાચેજ ....મારા દોસ્તની મમ્મી ભાગી ગઈ છે !!! સમાજની બીકે કોઈને જાણ કરી નથી. અરે કોઈ પૂછે કે શું થયું ને આપણે કહીએ કે મમ્મી ભાગી ગઈ છે તો કેવું લાગે ! બિચ્ચારો રાતે મારે ઘરે આવ્યો ને પછી મને વળગીને રડી પડ્યો. ‘પકલા, મમ્મી ક્યાંક જતી રહી છે..... ‘જતી રહી છે ? ક્યાં ?’ ‘શી ખબર યાર. સાંજે ઘરે આવ્યાં ત્યારે બંને બાળકો