( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ અને કાવ્યાના મેરેજ પણ સારી રીતે પૂર્ણ થાય છે. અને એ લોકો હનીમૂન માટે માલદીવ જવાનું નક્કી કરે છે. જોતજોતામાં એમની એક્ઝામ પણ પૂરી થઈ જાય છે અને એ લોકો ફરવા જવાની તૈયારી પણ કરી દે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)વિરાજ અને સમર્થ બંને ડોક્ટર હોવાથી વધું રજા લઈ શકે એમ નથી. તો એ લોકો એક અઠવાડિયાનું જ પેકેજ લે છે. એમ તો એ બંને પાસે ગાડી છે પણ આટલે દૂર ડ્રાઈવ કરીને જવું એનાથી એ લોકો થાકી જાય એટલે એમણે મેક માય ટ્રીપ માંથી માલદીવનુ એક અઠવાડિયાનું હનીમૂન પેકેજ લીધું