મીઠા સમયનું ચોસલું'કહું છું ચા પીવાઈ ગઈ. હવે હું નહાઈ લઉ. તમે વાંધો ન હોય તો કઈંક સાફસુફ કરતા થાઓ.' દિશાબેન તેમના પતિ દક્ષેશભાઈને કહી રહ્યાં હતાં.દક્ષેશભાઈ 'હાઉ.. ' કરતું મોટું બગાસું ખાતા બે હાથ ખેંચીને ઊંચા કરતાં ઉભા થયા. તેમણે મને કમને એક જૂનું કપડું લીઘું અને ફર્નિચર ઝાપટવા માંડ્યા. મને કમને એટલે એમને કામ કરવું ગમતું ન હતું તેમ નહીં. તેઓ ખરેખર કંટાળી ગયા હતા. શહેરમાં આવેલી કાપડની દુકાન એમનો એક માત્ર આર્થિક સહારો હતો અને ગ્રેજ્યુએટ થયા ત્યારથી દુકાને જઈ વેપાર અને તેને લગતી પ્રવૃત્તિ સિવાય કોઈ કામ કર્યું ન હતું. રોજ સવારે ઉઠ્યા ભેગા તેઓ સ્પોર્ટ્સ