#KNOWN - 21

(19)
  • 2.5k
  • 1
  • 1.2k

અનન્યા એ મેસેજ વાંચીને દોડતી દોડતી પાર્કિગમાં પહોંચે છે કે ત્યાં જ તેને એક કારની સહેજ ટક્કર વાગે છે અને તે ત્યાંજ પડી જાય છે. આદિત્ય ઘણી વાર સુધી રાહ જોવે છે પણ અનન્યાના ના આવતા તે ફટાફટ કાંઈક અજુગતું બનવાના સંદેહથી બહાર જાય છે. થોડે આગળ જોવે છે તો લોકોની ભીડ હોય છે. આદિત્ય તરત ભીડ ચીરતો અંદર જાય છે અને જોવે છે તો અનન્યાને કોઈક છોકરો ઊંચકીને બહાર લઇ જતો હોય છે. "એક મિનિટ કોણ છે તું?? આ મારી ગર્લફ્રેન્ડ છે. એને અહીંયા લાવ." કહીને આદિત્ય તે છોકરા પાસેથી અનન્યાને છીનવી લે છે. અનન્યા પૂર્ણ બેભાન નથી હોતી.