ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 18 છાયા નાં વિવાહ પછી બંને પ્રેમી પંખીડાઓને જાણે પાંખ આવી. જ્વલંત તેઓને કહેતો..” ભણવામાં ધ્યાન રાખો આ છેલ્લુ વર્ષ છે પછી આખી જિંદગી પડી છે મહાલવા માટે.” પણ સાંભળે તે બીજાને..વીક એંડ એટલે છાયા ઉજ્વલને દેરાસર પછી સાંજે સાત વાગ્યા સુધીહરવાનું અને ફરવાનું.મૂવી જોવાનું હોટેલમાં ખાવા જવાનું અને રાત્રે નવ વાગે ઘરે જવાનું. જ્વલંતને કોઇ પણ સંતાન રાતનાં દસ વાગ્યા પછી ઘરે આવે તે ના ગમે. ઉપેંદ્રભાઇ પણ તે જ મતનાં એટલે સવારે નવ વાગે એટલે દેરાસર..ત્યાંથી એક વાગે એટલે પ્રેમી પંખીડાઓ પોત પોતાનાં મિત્રો સાથે દેરાસરમાંથી ગાયબ. જ્વલંતને દીકરીની બહું ચિંતા એટલે છાયાએ