પ્રકરણ 8 સોશ્યલ મીડિયમાં મારા સ્વંયવર અને આજની એક્ઝામને લઈને કેટલાય હેશટેગના ટ્રેન્ડમાં હતા. સવારે 10 થી 12 સુધીની આ ઓનલાઈન એક્ઝામના અમુક સવાલોએ ભારે વિવાદ પેદા કર્યો હતો. સ્વંયવર ઉમેદવારો પોતાના પેપરો સબમિટ કરી રહ્યા હતા. હું આરવની ઓફિસમાં બેઠી બેઠી સિલેકટેડ જવાબોને મોટી સ્ક્રિન પર નિહાળી રહી હતી. મોટાભાગના ઉમેદવારોએ તો મસ્તીમાં અમસ્તા જ ભાગ લીધો હોય એવું લાગતું હતું. તેમના જવાબ રુપે રજૂ થતાં વિચારોમાં સ્ત્રીની પોતાનાથી વધારે બુદ્ધિ, સમજદારી અને જ્ઞાન તેમનો ઇગો હર્ટ કરતી હોય તેવું દ્રશ્ય ઉપસતું હતું. અમુક જવાબો વાંચીને ખરેખર દુઃખ થતું હતું. એકવાર તો વિચારનું લખલખું સ્વયંવરના નિર્ણયની યોગ્યતાને ડગમગાવી