સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - 3. ચીંટુ - મમ્મીનું ગર્વ

  • 3.9k
  • 1
  • 1.5k

3. ચીંટુ - મમ્મીનું ગર્વ ત્રણ વર્ષનું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કેટલું સરળતાથી કરી લેતું હોય છે....? ગીતો, વિડિઓઝ, ગેમ્સ - આરામથી શોધી કાઢે અને ચાલુ પણ કરી લ્યે. સ્ક્રીન પરની દરેક 'એપ'ને તેના પ્રતીક કે રંગથી ફટાફટ ઓળખી કાઢે. અને, નાની ને નાજુક આંગળીઓ તો એવી ફરે કે જાણે ફોન વાપરવમાં નિપુણતા હાંસલ કરી હોય..! આટલી વિશેષતા હોય પછી ચીંટુની મમ્મીને ગર્વ કેમ ન થાય..? કોઈ પણ મમ્મી-પપ્પાને ગર્વ થાય..! "મારો ચીંટુ અત્યારથી જ ગેઇમ રમવામાં બહુ હોશિયાર હો..! આપણને તો એટલી ખાસ ખબર જ ન પડે - ફોન માં કે ગેઇમમાં....! કાર્ટૂન-વિડિઓ જોવાના એને બહુ જ ગમે.. ને, એ