શિકાર પ્રકરણ ૩૭સેમને હોટલ છોડી આકાશ તો સીધો જ અમદાવાદ તરફ ભાગ્યો હતો.. બે ત્રણ દિવસ થઇ ગયા ગૌરી ને મળે અહીં જો કે ઘટનાઓ જ ઉપરાછાપરી બની રહી હતી કે એ બાજુ જવાય એમ જ નહતું અત્યારે ય એને ચોટીલા પહોંચ્યા પછી એને યાદ આવ્યું કે આજે મામા કાંઈક નવું કરવાના હતાં કાંઈક SD ચોંકે એવું... એ સંજોગોમાં આમ એનું જવું ઠીક રહેશે ...!???? એનો પગ બ્રેક પર આપો આપ ગયો.... પણ એને મુંઝવણ તો હતી જ કે હવે એની પાસે કોઈ બહાનું પણ ન હતું આજે SD ની ઓફીસમાં હોય દર વખતે મામાનો ફોન કે કુરિયર આવ્યું હોય એ વખતે