પ્રેત યોની પ્રીત --પ્રકરણ-49 વૈદેહીની ગયા ભવની વાતો સાંભળી એક એક વિતક અને હકીકત સાંભળીને વિધુ અને ખુદ બાબા ચોંકી ગયાં એક માં થઇને આવું કૃત્ય કર્યું ? એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે વિધુ સાથે લગ્ન ન કરવા દેવા ? વૈદેહીની વિવશતાં આટલી બધી? આતો પાંજરે પુરાયેલું ખોડું ઢોર હોય એમ બધાં વર્તે શું એની માં સાચીજ માઁ હતી ને ? વૈદેહીએ વચ્ચે રડવા માટે જાણે સમય લીધો એનું રુદન રોકાતું નહોતું. બાબાએ સ્વસ્થ થઇને આગળ કહેવાં જણાવ્યું. વિધુ વૈદહીની વિવશતાં સાંભળીને ખૂબ દુઃખી થયો. વૈદેહીએ કહ્યું અને લોકો મંદિર જઇ રહેલાં અને નવીન કાકાનાં મોટે સોદો