અજાણ્યો શત્રુ - 8

(16)
  • 3k
  • 2
  • 1.3k

છેલ્લે આપણે જોયું કે જેક મિલીને મળવા તેના ફ્લેટ પર જાય છે. મિલી જેકને કંઈક કહેવા માંગે છે, પરંતુ જેક તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ........ ********* દિલ્હીમાં બોસ સાથેની મિટિંગ બાદ ઘરે પરત ફરેલા રાણા કપૂર ધૂંધવાયેલા હતા. તેમને કદી સપને પણ વિચાર નહતો કર્યો કે આવા ખતરનાક મિશનમાં તેમની એકની એક લાડકી પુત્રીની ચાઈના જેવા દેશમાં મોકલવી પડશે. ભારતમાં પોતાની નવી નિયામકની જવાબદારી સંભાળતા પહેલા તેઓ ચાઈનામાં ભારતીય રાજદૂતના રાજકીય તેમજ ગુપ્ત બાબતોના સલાહકાર હતા, અને એટલે જો તેમની પુત્રી આ મિશન દરમિયાન રખેને પકડાઈ જાય તો તેની હાલત શું થાય ?એના