દર્દ – 4 દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી... ? એને અચાનક પ્રશ્ન કર્યો.. હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ આપવો એ સૂઝતું નહોતું.. મારી મુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું... કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી