(પ્રકરણ પાંચ) સિગારેટનો એક ઉંડો કશ લેતા આકાશ ધુમાડો હવામા ઉડાડતા ચાર્લીના મોત વિશેજ વિચારી રહ્યો હતો ત્યાંજ તેને પાછળથી કઇક સળવળાટ સંભળાયો એટલે તેણે ચમકીને પાછળ નજર કરી અને એ સાથેજ તેનુ હ્રદય એક ધબકારોચુકી ગયુ. પાછળ સ્ટ્રેચર પર સુતેલ ચાર્લીની લાશ ધીરે ધીરે બેઠી થઈ રહી હતી. આકાશના હાથમાંથી સિગારેટ નિચે પડી ગઈ. .અને તે પાછળ ફરી મુઠ્ઠીઓ વાળીને ભાગવા ગયો પણ એ પેહલાજ બેઠી થઈ ચુકેલી ચાર્લીની લાશે વિજળીની ઝડપે આકાશના હાથનુ કાંડુ પકડી લીધુ. અને આકાશની સામે મુંડી ઘુમાવીને એ લાશ ખોખરા અને કર્કશ સ્ત્રીના