એક અધૂરી દાસ્તાં... - 7

  • 2.9k
  • 1
  • 1k

7.અને એક વખત એવું બન્યું કે જેણે બધું જ ખતમ કરી દીધું. હું મોલમાં ગઈ હતી. બાજુમાં જ કાફે હતું. મેં અવિનાશને મેસેજ કર્યો હતો: ‘ચાલ, કોફી પીએ.’ ‘કામમાં છું. થોડીવાર પછી કોલ કરું.’ સામે તેનો મેસેજ આવ્યો હતો. હું એકલી જ કાફેમાં દાખલ થઇ. અને હું ડઘાઈ જ ગઈ. સામે જ અવિ બેઠો હતો. અને સાથે કોણ હતું ? હા ઓલી ફોટો વાળી...નૈના...અમારી આંખ મળી હતી. અચાનક આંસુ ફૂટી નીકળ્યા હતા. હું પાછી ફરી. અવિ પાછળ દોડ્યો. અનુ... અનુ... પણ હું જાણે કંઈ જ સાંભળતી ન હોઉં એમ ચાલતી રહી હતી. એ મારી સામે આવીને ઉભો રહી ગયો. ‘અનુ મારી