યોગ-વિયોગ - 9

(322)
  • 32k
  • 28
  • 22.1k

પ્રકરણ - 9 “હા, બેટા.” સૂર્યકાન્તે કહ્યું અને લક્ષ્મી ઝટકાથી ઊભી થઈ. વિમાનને સીડી લાગી અને બાપ-દીકરી હેન્ડ લગેજ લઈને નીચે ઊતરવા લાગ્યાં. મુંબઈની હવાનો પહેલો શ્વાસ સૂર્યકાન્તનાં ફેફસાંમાં ભરાયો અને એમને લાગ્યું કે જિંદગી જાણે પચ્ચીસ વરસ પાછળ ધકેલાઈ ગઈ હતી. આ શહેર સાથેનાં ગણી ના શકાય એટલાં સ્મરણો એમના મન અને મગજમાં ધમસાણ મચાવવા લાગ્યાં. અહીંથી જ અમેરિકા ગયા હતા એ, આજથી બરાબર પચ્ચીસ વરસ પહેલાં. કેટલું બધું પાછળ છોડીને... અને આજે આવ્યા હતા તોય પાછળ કેટલુંય છોડીને આવ્યા હતા ! શું હતું આ શહેરમાં, જે ખેંચી લાવ્યું હતું એમને ? સૂર્યકાન્ત મહેતાએ કોઈ કારણ વગર ઊભેલા લોકો