આપણે આગળનાં ભાગમાં જોયું કે , મેઘા અમદાવાદ તેનાં મમ્મી - પપ્પાનાં ઘરે જવા નીકળે છે. ટ્રેનમાં બેસતાં જ સૌમ્યાનાં વિચારો પાછાં તેનાં મનમાં ચાલુ થઈ જાય છે. તેથી તે આ વિચારોમાંથી બહાર નીકળવા પોતાનાં કોલેજનાં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરે છે , પરંતુ ત્યાં જ તેના ધ્યાનમાં આવે છે કે એક અજાણ્યો નંબર ગ્રુપમાં એડ થયેલો છે. ત્યાં જ એ નંબર પરથી " Hiii! I Am Rohan...!" આવો મેસેજ આવે છે. આ મેસેજ જોતાં જ મેઘાનાં ચહેરાની રેખાઓ તંગ થઇ જાય છે...મેઘાના ચહેરાની રેખાઓ કેમ તંગ થઇ ગઇ આ મેસેજ જોઈને??...