સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૧૦

(28)
  • 3k
  • 1
  • 1.4k

ભાગ :- ૧૦ આપણે નવમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ પોતાની જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****એકમેક સાથે સૃષ્ટિ અને સાર્થક લાગણીની ભાષામાં વાત કરતા હોય છે ત્યાંજ એક પેટ્રોલીંગ પોલિસ વાન એમની ગાડી આગળ આવી ઉભી રહે છે અને એક્દમ એમની આ તન્દ્રા તૂટી જાય છે. પોલિસ એ બંનેને અલગ અલગ લઈ જઈ પૂછપરછ કરે છે. સૃષ્ટિ અણધાર્યા આવેલા આ વળાંકથી એક્દમ ડરી જાય છે અને પૂછપરછમાં એ સાર્થકની પત્ની હોવાનું નિવેદન આપે છે. ફોન નંબર અને પોતાનું સરનામું આપ્યા પછી