સમાંતર - ભાગ - ૧૦

(49)
  • 6k
  • 3
  • 2.7k

સમાંતર ભાગ - ૧૦આપણે આગળના ભાગમાં જોયું કે ભૂતકાળમાં કેવી રીતે નૈનેશ અને નમ્રતા એક ફેસબુક પેજ પર મળે છે અને ફેસબુક ફ્રેન્ડ બને છે. નમ્રતા ફોનમાં કંઇક એવું કહે છે કે નૈનેશ અવાચક થઈ જાય છે અને નૈનેશ જોડે કરવાની મનની વાત નોટ્સમાં લખીને થોડી હળવી થયેલી ઝલક પરિવાર માટે થોડા સમય પૂરતું એની ચિંતાઓને વિરામ આપીને કામ વળગે છે. હવે આગળ...*****આખા રસ્તે નૈનેશના મનમાં એક જ વાત ચાલતી હોય છે કે નમ્રતા એવું કેમ બોલી કે, "તમે ભલે મારાથી છુપાવો પણ મને બધી ખબર છે." એને શું અને કેટલી ખબર હશે, એ વિચારીને નૈનેશ વ્યગ્ર થઈ રહ્યો હતો.