કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮ 

  • 3.9k
  • 1.6k

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮ લોકડાઉનમાં ઘરમાં બેઠાબેઠા વાઇફે મને “લોક” [ તાળું ] માં તેલ નાંખવાનું કામ સોંપ્યું. હું લોકમાં તેલ નાખીને એનો કાટ કાઢી રહ્યો હતો. ચાવી મારી ને લોક ખોલ બંધ કરી રહ્યો હતો. કામ પત્યું એટલે લોક-ડાઉન મૂકીને હું બેડરૂમની બહાર નીકળી પેસેજ ની ગલી ક્રોસ કરી કિચનના કિનારેથી હોલના હાઇવે પર આવી સોફા પર બેઠો ત્યાં દીકરીએ કહ્યું પપ્પા તમારા વાળ જાંબુવત જેટલા લાંબા થઈ ગયા છે. મેં કહ્યું દિકરા, અત્યારે ઘરમાં બધા જ રામાયણનાં પાત્રો જેવા જ લાગે છે. બા શબરી, પપ્પા જાબુવંત, મમ્મી શૂર્પણખા, અને તું..સીતા.બરાબરને.હા લંકાની અશોકવાટિકામાં ગયા હતા ત્યારના સીતા માતા.