પ્રકરણ - 9 દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, પરંતુ જીવન અને નસીબ બંને એને જ તક આપે છે, જે જીવનમાં આગળ વધીને ચાલે છે. અનંતને ક્ષણભર માટે મૂર્છા આવી ગઈ. તે અચાનક નીચે ઢળી પડ્યો. તે પૂર્ણ રીતે અશક્ત હતો. તેને ચક્કર આવી ગયા. અચાનક આવી ગયેલા વાવાઝોડા પછીના વાતાવરણની જેમ શાંત થઈ ગયો હતો. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેનો ચહેરો ત્રીજા આઘાતની સાથે જ નિસ્તેજ થઈ ચૂક્યો હતો. ઉપરાઉપરી તેણે તાજેતરમાં જ આઘાત અને પ્રત્યાઘાત – બંનેનો સામનો કર્યો હતો, માત્ર ક્ષણભર પહેલા..... # # # "અમુક વાર દોસ્તી પ્રેમનું સ્થાન લઈ લે છે અને