અનન્યા નામનું એક વાવાઝોડું આવ્યું હતું, જીવનભર માટે એક થવાને જઈ રહેલા આર્યા અને અનિરુદ્ધને છૂટા થવું પડ્યું હતું. બધું વિખરાઈ ગયું હતું જાણે! આખા મહેલે જાણે ગમગીનીની ચાદર ઓઢી લીધી હતી. ઘરના સભ્યો તો શોકમાં ગરકાવ હતા પરંતુ સાથે સાથે મહેલમાં કામ કરનાર તમામ માણસો પણ એવી જ વ્યથા અનુભવતા હતા. ત્રણેક કલાક વીતી ગયા હોવા છતાં પણ અનિરુદ્ધ આવ્યો ન હતો, આર્યા જ ન હતી એટલે હવે લગ્નસમારંભનો કશો અર્થ ન હતો. લગ્નસમારંભ રદ કરાયો, વડીલોએ દીલગીરી વ્યક્ત કરીને મહેમાનોને વિદાય કર્યા. દીકરીને વિદાય કર્યા પછી ઘરમાં જે સૂનકાર છવાય તે મીઠો હોય છે કારણ કે