અંતિમ વળાંક પ્રકરણ ૧૭ શાસ્ત્રીજીએ ઉમરલાયક દીકરી સાવિત્રી માટે યોગ્ય બ્રાહ્મણ મુરતિયાની શોધ આરંભી દીધી હતી. અલ્હાબાદથી સાવિત્રી માટે માગું આવ્યું હતું. પરમને અભ્યાસ પૂરો થવાને છેલ્લો મહિનો જ બાકી હતો. જેવો અભ્યાસ પૂરો થાય કે તરત તે ગુરુની શોધમાં નીકળી પડવાનો હતો. અચાનક એ છેલ્લા મહિનામાં જ એક અણધારી ઘટના બની. એક રજાના દિવસે સવારે શાસ્ત્રીજી મૂરતિયાની તપાસ કરવા માટે અલ્હાબાદ જવા નીકળ્યા. સાંજ સુધીમાં પરત થવાનો તેમનો પ્લાન હતો. શાસ્ત્રીજીના ગયા બાદ અચાનક આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. ગમે તે ઘડીએ વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો હતો. શાસ્ત્રીજીના ગયા બાદ પરમ તેની ઓરડીમાં ગયો. સાવિત્રીએ રસોઈ કરતાં કરતાં જ