બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 5

  • 2.8k
  • 1.1k

ઘણો સમય વીતી ગયો હતો. બંને મિત્રો બાંકડા પર બેઠા બેઠા હોસ્પિટલ સામે ચૂપચાપ જોઈ રહ્યા હતા એવામાં કમ્પાઉન્ડર આવ્યો અને કલ્પેશને હાથથી ઈશારો કરી બ્લડ ટેસ્ટનો રીપોર્ટ લઇ જવા કહ્યું. કલ્પેશ ઉભો થયો અને લેબોરેટરીના બાજુના રૂમમાંથી રીપોર્ટ લઇ વિજય પાસે આવી ગયો. તેણે વિજય સામે જોયું અને કહ્યું, “થેંક ગોડ. વિજય ચિંતા જેવું નથી તારો રીપોર્ટ નોર્મલ આવ્યો છે પણ થોડો ટાઈમ દવા ચાલુ રાખવી પડશે.” વિજય જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ તે બસ હોસ્પિટલ સામે જોઈ રહ્યો. તેણે કલ્પેશને કોઈ જવાબ ન આપ્યો. એ જોઈ કલ્પેશે વિજયના પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું,