બદલાવ

  • 3.1k
  • 1
  • 838

"બદલાવ."તેરા સાથ હે તો...મીના ગીત ગણગણતી બાથરૂમમાંથી નીકળી. મયુર તેને આશ્ર્ચર્યથી જોઇ રહ્યો અને બોલ્યો, "અરે! વાહ આજ તો મેડમ બહુ ખુશ છે." મીના હસીને બોલી, "હા, મયુર આપણા લગ્નના દસ વર્ષ થઇ ગયા. પણ ક્યારેય આપણે આટલો સમય શાંતિથી સાથે રહ્યાં નથી. તારી નોકરીમાં તું સવારે સાત વાગે નીકળી જતો તે રાત્રે આઠ વાગે પાછો આવતો. રવિવારે બીજા ઘણાં કામ પતાવવાના હોય. આથી થોડો સમય પણ નિરાંતે બેસીને વાત કરવાનો ન મળતો. આપણી જિંદગી મશીન જેવી થઇ ગઇ હતી. રાત્રે તું થાક્યો પાક્યો આવે અને ફ્રેશ થઇને ફ્રી થાય ત્યાં આપણી ધરા તારી રાહ જોઇને સુઇ ગઈ હોય! પૈસા