" એ જગા... ઉઠ ને વીરા... જો રાતેય જાયમી છ ને ટાયઢ પણ... એ હવે નહિ આવે... " " એ આવશે... લાખા... એ જરૂર આવશે... એણે મન વેણ દીધું છ... તું તારે જા.. ટાયઢ નો.. હું બેઠો સુ... " " આ વગડા માં એકલો મેલીને શીદ જાઉં..??... તુંજ કે.. " " લે... હું એકલો થોડો છું.. આ શરદપુનમ નો ચાંદલિયો શે તે... તું તાર જા.. " " હું ક્યાંય જવાનો નથ... આ બેઠો તારી પાંહે... જે થશે એ જોવાશે.. પણ.. એ જગલા... એક વાત પૂછું..??.." " હારું ... તાણે બેસ.. પૂછ પૂછ.. " "