પ્રતિક્ષા - ૪૩

(30)
  • 4k
  • 1.2k

ઉર્વાને આ જ કાર લઈને ડ્રાઈવ પર જવું હતું એટલે આ કાર અંદર પાર્ક ના કરતા તેને બહાર જ રાખી મૂકી તે ઘરના દરવાજા તરફ દોડી ગઈ. તે ડોરબેલ વગાડવા જતી જ હતી કે ઉર્વિલનું મનસ્વીને પોતાની તરફ ખેંચતું દ્રશ્ય જોઈ તે ત્યાં જ ઉભી રહી ગઈ. રેવાની પ્રતિક્ષાના દિવસોની આખી ફિલ્મ તેની આંખોની સામેથી એક જ ક્ષણમાં પસાર થઇ રહી. તે ઉભી રહી એક ક્ષણ એ વિચારવા માટે કે અત્યારે અંદર જવું કે નહિ અને વળતી જ ક્ષણે તે હળવેથી દરવાજાને ધક્કો મારી રહી. દરવાજો ખુલ્લો જ હતો ને ઉર્વા રીતસર તેના પગરવનો અવાજ સંભળાઈ તે રીતે હોલમાં એન્ટર