સમર્પણ - 7

(50)
  • 4.7k
  • 1
  • 2.6k

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાની મનોસ્થિતિ જાણવાંના પ્રયાસમાં રુચિ, ઘણે અંશે સફળ રહી હતી. ફક્ત એકબીજાને માટે ફાળવેલાં ઉપરા-ઉપરી બે દિવસના અંતે, દિશા પણ માનસિક સ્વસ્થ થઈ શકી હતી. ભણતર અને ઇતર પ્રવૃત્તિઓમાં, પપ્પાનો વારસો ઉતર્યો હોવાથી, રુચિ પણ કોલેજની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતી. ભારતી, નિખિલ અને રુચિ ત્રણેય વચ્ચે ''લવ મેરેજ'', ''એરેન્જમેરેજ'' અને ''લિવ ઇન રિલેશનશિપ'' ના વિષય ઉપર એક ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારતી અને રુચિને હરાવીને નિખિલ જીતનો હકદાર બન્યો હતો. પોતાના વિષયનો જોઈતો પક્ષ ના લઇ શકી હોવાથી રુચિ ઉદાસ થઈ ગઈ હતી. ઘરે દિશાએ એને જોતાં જ પરિસ્થિતિનો તાળો મેળવી લીધો