રાજકારણની રાણી - ૨

(49)
  • 6.7k
  • 1
  • 4.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ જતિન અડધી રાત્રે રવિના સાથે જ વાત કરી રહ્યો હતો એ તેના શબ્દો પરથી સુજાતાને સમજાઇ ગયું. જતિનના શબ્દો રવિનાના કાનમાં મીઠાશ ઘોળે એવા હતા. આ તરફ એ શબ્દોને કારણે સુજાતાના કાનમાં ઉકળતું તેલ રેડવામાં આવ્યું હોય એવા પીડાદાયક હતા. જતિન કહી રહ્યો હતો:"ના-ના, વાંધો નહીં. તારા માટે ચોવીસે કલાક હાજર છું. તારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. રાજકારણમાં મારે તને ટોચ પર જોવી છે. તારી વાત જાણીને લાગે છે કે તારું અને મારું નસીબ ખૂલી જવાનું છે. આટલી રાત્રે તેં ખુશીના સમાચાર આપ્યા છે. તું કાલે સવારે જ પાટનગર જવા