બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૨

  • 3.2k
  • 1
  • 1.2k

અધ્યાય -૨ વીસેક વર્ષ પૂર્વે હું ને ઈશ્વરભાઈ, મિનલના બાપુજી બેઉ અમદાવાદ રેલવે સ્ટેશન પર સાથે સાથે કામ કરતા. ઈશ્વરભાઈ મટીરીયલ સુપરીટેન્ડન્ટ ની કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતા જ્યારે હું ગેંગમેન તરીકે રેલના પાટાઓના ચેકીંગ અને સમારકામ નુ કામ કરતો. રેલવે કોલોનીમાં કવાટર્સ પણ બન્નેના આજુબાજુમા જ હતા એટલે બન્નેના પરિવાર વચ્ચે સારો એવો ઘરોબો બંધાયો હતો. મારાથી ત્રણેક વરસ ઉંમરમાં મોટા ઈશ્વરભાઈ ખૂબ જ પ્રેમાળ ને મજાકિયા સ્વભાવ ના માણસ હતા. સદાય હસતા રહેવુ એ એમની ઓળખાણ બની ચૂકી હતી. હું એમને મારા મોટાભાઈ સમાન જ માનતો. ઈશ્વરભાઈ પોતાના કામમાં તો એટલા ઈમાનદાર કે કોઈને જરાક સરખુય કંઈ આઘુપાછુ કે