વેધ ભરમ - 2

(176)
  • 11.6k
  • 7
  • 7.5k

એક્ઝેટ અડધા કલાક પછી એક જીપ ઉમરા પોલીસ સ્ટેશનની સામે આવી ઊભી રહી. તેમાંથી ઉતરી રિષભ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો એ સાથે જ આખો સ્ટાફ ઊભો થઇ ગયો, અને બધાએ સેલ્યુટ મારી. રિષભે પણ સામે સેલ્યુટ કરી અને પી.આઇની ચેમ્બર તરફ આગળ વધ્યો. તે હજુ ચેમ્બર પાસે પહોંચે તે પહેલા પી.આઇ બહાર આવ્યાં અને તેણે પણ રિષભને સેલ્યુટ મારી અને બોલ્યા. “પી.આઇ વસાવા ,ઇન્ચાર્જ ઓફ સ્ટેશન, સર” રિષભે વસાવા સાથે હાથ મિલાવતાં કહ્યું “તમારા આખા સ્ટાફને ઝડપથી અંદર બોલાવો.” આટલુ કહી રિષભ ચેમ્બરમાં દાખલ થયો અને પી.આઇની ખુરશીમાં બેઠો.” બીજી મિનિટે સ્ટેશનનો આખો સ્ટાફ તેની સામે ઊભો હતો. રિષભે સીધા