મિત્ર અને પ્રેમ - 5

  • 4.7k
  • 2k

આશીતા તેના પપ્પાને અનેક સવાલો કરવા માંગતી હતી પરંતુ તેના પપ્પાની અત્યારે ખરાબ તબીયત હોવાથી તેને પુછવાનું માંડી વાળ્યું. તેણે તેના પપ્પા તરફ નજર કરી તેનો ચહેરો ઉદાસ લાગી રહ્યો હતો. તે ટેબલ પર બેઠા તો હતા પણ અહીં હાજર ના હોય તેવું લાગતું હતું.આશીતા તેને સારી રીતે ઓળખતી તે જાણતી હતી કે પપ્પા દુઃખી છે. બંને પિતા-પુત્રીના સંબંધ એટલા મજબૂત હતા કે બંને એકબીજાની વાત કહ્યા વગર જ સમજી જતાં. પપ્પા તમારી તબિયત કેમ છે હવે : આશીતાએ પુછ્યું તારા હાથની રસોઈ જમીને હવે બધું બરોબર થઈ ગયું. પપ્પા મને બનાવવાનુ રહેવા દો.. હવે હું તમારી નાની આશુ નથી