#KNOWN - 20

(18)
  • 2.9k
  • 1
  • 1.2k

'મોમ તું એ પાગલને લઈને મારી સાથે લડી રહી છું?? ' આદિત્યનાં આમ બોલતા જ આદિત્ય અને શીલા બંને જોરજોરથી હસવા લાગ્યા. 'ઓક્કે તો કયારે છે આપણી સફળતાનો સ્વાદ ચાખવાનો દિવસ ?? ' શીલાએ હસવાનું બંધ કરતા પૂછ્યું. 'પરમદિવસે છે બસ ત્યારે આપણે આપણા આરંભેલ કાર્યનું પ્રથમ પગથિયું ચડીશું.' આદિત્યએ ગંભીર સ્વરે કહ્યું. 'તે એની બેચેની જોઈ હતી?? આ ઘરમાં આવતા જ એના હાવભાવ એ માંડ તારાથી છુપાવી રાખતી હતી.' શીલાએ હસતા હસતા કહ્યું. 'મોમ પરમદિવસે ગમે તેમ કરીને એ ખોપરીનો ટુકડો આપણે મેળવવા માટેનો નકશો જોવાનો છે અને સમજવાનો છે. ' આદિત્યએ વાત ઉમેરતા કહ્યું. 'હા મને ખબર છે.