યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૮ અભયે ઘડિયાળમાં જોયું. સવારે ત્રણ ને પાંત્રીસ... એ સફાળો બેઠો થઈ ગયો. “ઓહ શીટ...” અને ઝડપથી બાથરૂમમાં જઈ મોઢે પાણી છાંટ્યું. પછી વીખરાયેલાં કપડાં શોધવા માંડ્યાં... આછા બ્લ્યુ અંધારામાં એને કપડાં જડ્યાં નહીં એટલે એણે લાઇટ કરી. “ઓહ માય ગોડ ! યુ આર લિવિંગ ?” બેડમાં ઊંધી સૂતેલી છોકરીએ માથું ઊંચકીને અભય સામે જોયું. એ કમર સુધી ચાદર ઓઢીને સૂતી હતી. એની આરસપ્હાણમાંથી કંડારી હોય એવી ડાઘ વગરની સુંદર પીઠ ઉઘાડી હતી. લાઇટ પડતાં જ એની ગોરી ચામડી ચમકી ઊઠી. એ હાથને કોણીમાંથી વાળીને માથા નીચે મૂકી ઊંધી સૂતી હતી. ઓઢેલી ચાદરમાંથી પણ