"ઓ સોરી. હું તને દવા આપતા ભુલી ગઈ." અચાનક વિચારો માંથી હું બહાર આવી ને મને મમ્મીની દવા યાદ આવી ગઈ. હું ત્યાંથી ઊભી થઈ મમ્મી ને દવા આપીને સુવાની મે તૈયારી કરી. વિચારો અને તે જુની યાદો મગજ ને થકવી રહી હતી. તે બાળકીના માથા પર હાથ ફેરવી તેના કપાળ પર હળવું ચુંબન કરી હું પણ ત્યાં જ સુઈ ગઈ. રાત આખી તે વિચારો સાથે પુરી થઈ ને સવાર પડયું. આજે રવિવાર હતો એટલે ઓફિસ પર છુટી. આખા અઠવાડિયામાં આ એક જ તો એવો દિવસ છે જયાં પોતાના માટે થોડો સમય મળે. હું રૂટિન સમયે સવારના