ચેતને અમીષા માટે અનેક સરપ્રાઈઝ પ્લાન કર્યા હતા. ગાર્ડનમાં સેલિબ્રેશન પૂર્ણ કર્યા બાદ ચેતને અમીષા માટે લખેલી કવિતા અમીષાને સંભળાવી અને એ સાંભળીને અમીષા ખુબ જ ખુશ થઈ ગઈ. એ કવિતાનું ટાઈટલ હતું “તું મારી પ્રેરણા”. અમીષા મોટા કુટુંબની છોકરી હતી, બસ એને દેખાડો કરવો પસંદ નહોતો. ચેતનના આટલા ખર્ચ કરવા પાછળનું કારણ ના પૂછતાં અમિષાએ ચેતનને માત્ર એટલું જ કહ્યું “તને કદાચ એ ચિંતા હશે કે તું મારો બર્થ-ડે યાદગાર નહિ બનાવે તો હું તારાથી રિસાયને ફરીશ. પણ તું ચિંતા ના કર, તારો પ્રેમ મને જીવનના સ્ટેડીયમ પર આઉટ કરી ચુક્યો છે, જો તું આ