પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:8 26 જાન્યુઆરી 2001,અમદાવાદ,ગુજરાત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં દિવસે ગુજરાતમાં આવેલાં ભયાનક ભૂકંપે વીસ હજાર લોકોનો ભોગ લીધો અને લાખો લોકોને બેઘર કરી મૂક્યાં. કચ્છ બાદ આ ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ ખાતે નોંધાઈ હતી અને અમદાવાદમાં પણ હજારો લોકો માટે આ ભૂકંપ કાળ સાબિત થયો હતો. શંકરનાથ પંડિત માટે પણ આ ભૂકંપ એક એવાં સમાચાર લઈને આવ્યો હતો જે સાંભળી એમનું હૈયું હચમચી ઉઠ્યું. હજારો વખત શક્તિશાળી આત્માઓને પોતાનાં વશમાં લેનારાં પંડિતમાં એ દુઃખદ સમાચારનો સામનો કરવાની હિંમત નહોતી. આ કાળમુખા દિવસે નિરંજન રહેતો હતો એ ફ્લેટ ધરાશાયી થઈ ગયો; જેમાં ફ્લેટનાં કાટમાળ નીચે દબાઈ જવાથી નિરંજન