ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 16 આ તસ્વીર પ્રકરણ ચાલતુ હતું ત્યારે દીપ ટેંસ હતો. જેસીકા મેક્ષ અને તેની પેટ (કુતરી) ટ્વીકીનાં જોરદાર સંગઠન માં ગાબડા પડી રહ્યા હતા. તે જાણતો હતો તેના કુટુંબને અને જેસીકાને પણ. સંવેદન શીલતા બધામાં ખુબ હતી અને બીન જરુરિયાત વાંધા વચકામાં તેને કુટાવું નહોંતુ. હોસ્પીટલમાંથી વિદાય મળી અને દવા અને ટોનીકોનાં બૉટલ્સ લઈને ઘરે આવ્યા એટલે હીના ને પલંગમાં પડી રહેવાનું ન ગમે. કેંસર તો હટ્યુ પણ સુગરની બીમારી એ વકરવાનું શરુ કર્યુ. “ઘી, અને ખાંડ વિનાનું ખાવાનું તે ખાવાનું કહેવાય? ઈક્વલ સ્વીટ્નર તો ચા દુધમાં નાખીને પીવાય પણ ખાંડ જેવું ગળ્પણ ના આવે..ગોળ,