વરસાદ ની એ મૌસમ હતી અને કૉલેજના અંતિમ વરસ ના દિવસો ચાલી રહ્યા હતા. પ્રિયા અને સત્યમ એક જ કૉલેજ માં સાથે ભણતા હતા. કોચિંગ ક્લાસ પણ સાથે જ જતા. લગભગ બધી જ વસ્તુ એક બીજા ની સાથે અથવા એક બીજા ને પૂછી ને જ કરતા જેમ કે કૉલેજ ની ફીસ ભરવી, એક્ઝામ ફોમૅ ભરવું, એક્ઝામ આપવા સાથે નીકળવું. કોઈ વેહલુમોડુ થયું તો એક બીજા ની રાહ જોવી, કેન્ટીન માં એક બીજા વગર ચા પણ ના પીવે. કાફે માં પણ સાથે જ બેઠેલા જોવા મળે. માનો એક બીજા ના પૂરક બની ગયા હતા બંને, જેની એ બંને ને જ ખબર