આજે મારી ફ્રેન્ડના ઘરે અમે બધા બહુ સમય પછી મળ્યા એટલે કોઈ ઘરે જવાનું નામ નહતા લેતા. મમ્મીને ફોન કરીને કહી દીધું હતું કે જમીને જ આવીશ એટલે ચિંતા ના કરતા. અમદાવાદમાં વેજલપુરથી મારું ઘર નરોડા ઘણું દૂર થાય પણ રાત્રે નવ-દસ વાગ્યા સુધી તો કોઈ વાંધો નહિ, પણ હવે દસ વાગવા આવેલા એટલે મને ચિંતા થવા લાગેલી. હું ક્યારની બધાને જવાનું કહેતી હતી પણ કોઈ જવા નહતા દેતા અને પાંચ મિનિટ - પાંચ મિનિટ એમ કરતાં-કરતાં બેસાડી રાખતા હતા, આખરે મમ્મીનો ફોન આવ્યો... "યાર, હવે હું જાઉં છું મમ્મીનો ફોન આવી ગયો..." એમ બોલતાં હુ ઊભી થઈ