જીવન સંગીત સજાવતા પુસ્તકો.

(11)
  • 3.6k
  • 2
  • 1.3k

જીવન સંગીતને સજાવતા પુસ્તકો. વિચારોની ઉચ્ચતા,કલમની તાકાત, સાચા શુદ્ધ હૃદયનો ત્રિવેણી સંગમ દ્વારા જીવનતીર્થ ઉજાગર કરતા શ્રી સંજીવભાઈ શાહના ઓએસીસ પ્રકાશનના પુસ્તકો ખરા અર્થમાં સમાજ માટે ઉતમ નજરાણું છે.ભૂકંપ પછી ઈ.સ.૨૦૦૧થી એટલે કે છેલ્લા ૧૮ વર્ષોથી આ પુસ્તકો મારા મિત્ર અને માર્ગદર્શક બની રહ્યા છે. ઓએસિસ પ્રકાશનોની નાની તમામ પુસ્તિકાઓ ખુબ વાચી,વાંચવી અને અનેક વિદ્યાર્થીઓ અને મિત્રોને ભેટ આપી છે.નાનપણથી જ પુસ્તકપ્રેમી તો હતી જ..પણ સમય અને સંજોગો સાથે ઉમરના આધારે વાચન બદલાયા કરે....પણ ભૂકંપ પછી આખું જીવન શારીરિક,માનસિક અને આર્થિક સમસ્યાઓના ત્રિભેટે આવીને ઉભું રહ્યું અને એ વખતે ત્રણેય મોરચે એકલે હાથે લડવાનું આવ્યું ત્યારે સાચા અર્થમાં આ