જેનીને પલકનો સ્વભાવ બદલાયેલો લાગતો હતો. તે પલક પાસેથી ઘણી વખત કંઈક જાણવાની કોશિશ કરતી પણ જેની અસફળ રહેતી. પલક તેને કંઈ જ ના કહેતી. બીજા દિવસે આખો દિવસ વાંચીને પલક જેની સાથે બેઠી હતી. જેની હવે વાંચીને કંટાળી હતી તે બહાર જવા ઇચ્છતી હતી માટે પલકને કહેવા લાગી, " પલક ચાલને આજે મોના પાર્કમાં જઈએ." " ત્યાં શું કામ છે તારે, મને નફરત છે એ પાર્કથી." પલક થોડી ગુસ્સામાં બોલી. " તો તે દિવસે તારે શું કામ હતું ત્યાં, કેમ ગઈ હતી.?" જેની બોલી. " એ દિવસની વાત ના કર તું, હવે એ પાર્કમાં નથી જવું મારે બસ. આગળ