“બાની”- એક શૂટર - 2

(34)
  • 4.8k
  • 4
  • 2.8k

“બાની”- એક શૂટર ભાગ :૨બાની અને બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન બંને બહાર જવા માટે મેઈન ગેટ પહોંચ્યા. તે સાથે જ વોચમેન બ્લેક રંગના પ્લાસ્ટિકની ચેર પરથી ઉભો થતાં સલામ મારી."અરે કાકા કેટલી વાર કીધું સલામ ઠોકવાનું નહીં. ચાલ બીડી હોય તો આપી દે." બાનીએ ધીમેથી કહ્યું."ઓહઃ છોટી મેડમ. નોકરીથી હાથ ધોવું પડશે એક દિવસ તમારા માટે...!!" શંભુ કાકાએ ખિસ્સામાંથી બીડીનાં પેકેટ માંથી એક બીડી કાઢી આપતાં કહ્યું.બંગલાનો સૌથી બુઝુર્ગ વોચમેન એટલે કે શભૂં કાકાને ફક્ત બપોરનાં એક કલાકની ડ્યૂટી માટે લગાવતાં. એ પણ બાનીના કહેવાથી. કેમ કે એ રિટાયર્ડ થવા માંગતા ન હતાં. એમની સાથે બીજા બધા વોચમેન પણ તૈનાત રહેતાં જ."અરે ડોહો તો