સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાનીધારી એ એનું ગળું દબાવી રાખેલુ . સોમેશ છટપટીને મરી ગયેલો. ત્યારબાદ ખુનશથી તેને સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઇ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો. જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી પણ સોમેશ ને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ હતી, અને દરવાજો ખોલ્યો સામે માંગીલાલ ને જોઈને હાસકારો થયેલો. માંગીલાલ ને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી. એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો માણસ સોમેશ નું કામ તમામ કરી ગયેલો.