આર્યરિધ્ધી - ૫૪

(22)
  • 2.9k
  • 1
  • 991

રિદ્ધિએ પોતાની આંખો ખોલીને જોયું તો તે ફરીથી એ જ જગ્યાએ ઊભી હતી જ્યાં તેણે આર્યવર્ધનને છેલ્લી વાર જોયો હતો. પણ તેના આશ્ચર્ય વચ્ચે આર્યવર્ધન તેની આંખો સામે હાથ ફેલાવીને ઊભો હતો. રિદ્ધિ દોડીને તેની પાસે જઈને તેની બાહોમાં સમાઈ ગઈ. રિદ્ધિના ચહેરા પર ખુશીની લાગણી છવાયેલી હતી. થોડીવાર પછી એકબીજાથી અલગ થયાં બાદ આર્યવર્ધન બોલ્યો, “તું બહુ જલ્દી આવી ગઈ. મને લાગ્યું નહોતું કે તું આટલી જલ્દી આવીશ.”“હું મારૂ પ્રોમિસ પૂરું કરવા માટે ગઈ હતી અને આ વખતે હું પ્રોમિસ પૂરું કરીને આવી છું. આપણાં પ્રેમની નિશાની, ભવિષ્ય, એક સુરક્ષિત હાથમાં સોપીને આવી છું. મને વિશ્વાસ છે કે તને