પ્રકરણ 7 ન્યારી ડેમ પાસે શાંત અને એકાંતપ્રીય વાતાવરણમાં આવેલું 'ફ્રેન્ડહાઉસ' મારી ગમતી મિટીંગ પ્લેસ હતી. આ બહુ પ્રખ્યાત અને મારું ફેવરિટ કોફીહાઉસ હતું. આ રાજકોટના બુદ્ધિજીવીઓ અને રિચકલાસ પ્રેમીપંખીડાઓનો અડ્ડો હતો. આખું કાચનું બનેલું હાઉસ અંદરથી રજવાડી વારસાનો ટચ ધરાવતું હતું. તેની 'હાફડોર' સીસ્ટમને લીધે તમે કાચ ઉપર કે નીચે કરી અડધે સુધી ખુલ્લો કરી શકતાં. કોઈ અગત્યની ચર્ચા કે ગ્રુપ મિટીંગ માટે જરૂર પડ્યે પ્રાઇવેટ કેબીન પણ બની શકતી. ચોમાસામાં વરસતાં વરસાદની આછી વાછટની સંગત સાથે કોફીની ચુસ્કી રંગતમાં મારી ક્રિએટિવિટી પૂરબહારમાં ખીલી ઉઠતી. ઘણીવાર હું કલાકો સુધી અહીયાં બેસીને લખ્યા કરતો. આજે