હું વતન જઈશ.

  • 2.3k
  • 708

હું વતન જઈશ? આજે કામ બંધ થયું. ભારોભાર નિસાસા સાથે મીરાંએ એની નાનકડી ઓરડી તરફ વાંટ પકડી.ઓરડી કહેવું કદાચ અતિ થઈ જાય, એનું એ ઝૂંપડું જે એને નવી બનતી ઇમારતના નીચલા પાયે નાખ્યું હતું. મનમાં મુંજવણનું વાવાજોડું, મગજમાં કાલની ચિંતા અને આંખમાં ઉભરાતા પૂર સાથે તે તેની નાનકડી ઝૂંપડીએ આવી પહોંચી. 5વર્ષનો જયએ ઇમારતના પાયે બાંધેલ સાડીના બનાવેલ હીંચકામાં એની નાની બેન હિનાને ઝુલાવી રહ્યો હતો. નાનો બટાકી જેવો લાગતો જય સમજણમાં ગણો મોટો થઈ ગયો હતો.એની બેનની સારસંભાળ એની સાવકીમાં જેમ કરી લેતો.મેલા કપડાં અને વિખરાયેલ વાળમાં પણ વહાલ ઉભરાવે એવો લાગતો. મીરાં જેવી ઝૂંપડીએ આવતી