પહેલો પત્ર

  • 2.4k
  • 1
  • 716

વીસ વર્ષ થઈ ગયા. આજે લોકડાઉનમાં પાછું ગામડે જવાનું થયું. આવીને એ જુના મકાનની સામે ઉભો રહ્યો. બાળપણથી યુવાની સુધીની બધી યાદ તાજી થઈ ગઈ. અને સાથે જ યાદ આવી એ... ઘરની અંદર દાખલ થતાજ સીધો જ માળિયા ઉપર રાખેલા પુસ્તકો ઉતારી એમાંથી મારુ પ્રિય પુસ્તક બહાર કાઢ્યું. એ મારું નહીં પણ પ્રિયાનું પ્રિય હતું. એની ડાયરી.... એની છેલ્લી યાદ... એની સાથેજ એમાં રહેલો એનો છેલ્લો અને પહેલો પત્ર.. જે મને એ જીવતા ના આપી શકી... મારી પત્ની મને ડાયરી સાથે જોઈને અચરજ સાથે બોલી "શુ છે એ ડાયરીમાં ! કે આમ દોડીને આવ્યા ! અને ગાંડાની જેમ જોતા હસવા